https://forms.gle/gtoXibuchnySPdXn8
ISANPUR PUBLIC SCHOOL 1
Monday, January 15, 2024
Saturday, March 26, 2022
શાળાનું ગૌરવ : ખેલ મહાકુંભ 2022માં રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે અમારી સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા ...
શાળાનું ગૌરવ : ખેલ મહાકુંભ 2022માં રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે અમારી સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા ...
ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર તેમજ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં 11 મા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રાજય સરકારે ગુજરાતના નાગરિકોની ખેલદિલીને આગળ વધારવા માટે ખેલ મહાકુંભને એક વાર્ષિક રમતોત્સવ તરીકે સંસ્થાકીય સ્વરૂપ આપવાનો નિર્ણય કરેલ છે. ખેલ મહાકુંભમાં ખેલકૂદના વાતાવરણનું નિર્માણ કરવામાં આવે છે. સ્વાથ્યને જાગૃત કરવામાં આવે છે.
ચાલુ વર્ષે ખેલ મહાકુંભને “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઈકોનિક ઈવેન્ટ તરીકે નકકી કરવામાં આવેલ છે. ખેલ મહાકુંભમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે તે ઉમદા હેતુથી ચાલુ વર્ષે વિવિધ તબકકાવાર અલગ અલગ વય ગૃપમાં કુલ 22 રમતોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રાથમિક શાળાકક્ષાએ 11 વર્ષથી નીચે તેમજ 14 વર્ષથી નીચે વયના બાળકો માટે પણ રમતોનું આયોજન કરેલ છે.
ખેલ મહાકુંભમાં અમારી શાળાના શિક્ષકશ્રી ક્રિશ્ચિયન વિકીનભાઇએ હેન્ડબોલ સ્પર્ધા ( ભાઇઓ અને બહેનો ) માટે ધોરણ 8ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી, તેમનું ઓનલાઇન રજિસ્ટ્રેશન નિયત સમય મર્યાદામાં પુર્ણ કરીને વિદ્યાર્થીઓને શીખવવાનું શરૂ કર્યુ. વિકીનભાઇ માટે સૌથી પડકારરૂપ બાબત એ હતી કે જે વિદ્યાર્થીઓએ હેન્ડબોલ રમતના નિયમો તો શું પણ આ રમતનું નામ પણ તેઓએ પહેલી વાર સાંભળ્યું હતું. તેમણે આ પડકાર ઝીલી લીધો અને વિદ્યાર્થીઓને શીખવવાનું શરુ કર્યુ. વિદ્યાર્થીઓ પણ તેમની વાત ધ્યાનથી સાંભળતા અને તે મુજબ કરવાનો પ્રયત્ન કરતા.
આખરે તે દિવસ આવી ગયો જેની બધા વિદ્યાર્થીઓ રાહ જોતા હતા. 23 માર્ચ 2022 ના રોજ જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન હતું જેમાં પ્રથમ દિવસે બહેનોની સ્પર્ધા હતી. સ્થળ હતું રાજપૂતવિદ્યા સભાભવન, ઓગણજ રોડ, ગોતા બ્રીજ પાસે, જે અમારી શાળાથી 26 કિમી જેટલું થાય. ત્યાં સુધી દરેક વિદ્યાર્થિનીઓને સમયસર અને સલામત રીતે પહોંચાડવાનું કામ અમારી શાળાના શિક્ષકશ્રી પટેલ મિહીરભાઈએ ઉપાડી લીધું. તેઓએ પોતાની જ કાર લઈ બધાને નિયત સ્થળ સુધી સમયસર પહોચાડી દીધાં.
અહીં બીજી શાળાના વિદ્યાર્થીઓ અને તેમના કોચ પણ આવી ગયા હતા. નક્કી કરેલા સમય પ્રમાણે સ્પર્ધા શરૂ થઈ. વિદ્યાર્થીઓ પુરા મનથી અને ખેલદિલીથી રમત રમ્યા અને પરિણામ એ આવ્યું જે કોઈએ વિચાર્યું પણ નહી હોય. અમારી શાળાની બહેનોની ટીમ સમગ્ર અમદાવાદમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ત્રીજા નંબર પર રહી. વિકીનભાઇ અને વિદ્યાર્થિનીઓની મહેનત રંગ લાવી. ખૂબ ટૂંકા સમયગાળામાં વિદ્યાર્થિઓને તૈયાર કરી સમગ્ર જિલ્લામાં ત્રીજા નંબર પર આવવું એ કોઈ નાની વાત નથી. સૌથી વધુ આનંદની વાત એ હતી કે અમારી શાળાની બહેનોની ટીમમાંથી બે વિદ્યાર્થિનીઓ રાજ્ય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી. હવે આ બન્ને વિદ્યાર્થિનીઓ રાજ્ય કક્ષાએ યોજાનાર ખેલ મહાકુંભમાં અમદાવાદ જિલ્લાની ટીમમાંથી રમશે. આ બન્ને વિદ્યાર્થિનીઓના નામ છે :
1. શેખ મારીયા યુસુફભાઇ
2. ખોખર સુનેજાબાનુ જાકીરમિયા
અમારી શાળાના આચાર્યશ્રી વીરાભાઈ પટેલિયા, અમદાવાદ શહેર દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારીશ્રી ચંદ્રકાન્ત ગામેતી સર , દક્ષિણ ઝોનના સુપરવાઈઝરશ્રી અશોકભાઈ પરમાર સાહેબ અને દરજી વિજયભાઈ સાહેબ દ્વારા વિદ્યાર્થિનીઓ, વિકીનભાઇ અને મિહીરભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા.
બીજા દિવસે એટલે કે તા.24/03/2022ના રોજ તે જ સ્થળે અને સમયે જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા ભાઈઓ માટેની હતી. જેમાં પણ અમારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને સ્થળ સુધી પહોંચાડવાનું કામ આજે પણ મિહીરભાઇ દ્વારા જ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ પુરી લગન અને મહેનતથી રમ્યા. તેઓ પણ ત્રીજા નંબરે આવ્યા. તેનાંથી પણ બેવડી ખુશીની વાત હતી કે અમારી શાળાના ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી રાજ્ય કક્ષાની ટીમમાં થઈ. જે હવે રમાનાર રાજ્યકક્ષાની ભાઈઓની હેન્ડબોલ સ્પર્ધામાં અમદાવાદ જિલ્લા વતી રમશે. આ ત્રણ વિદ્યાર્થીઓના નામ છે :
1. અન્સારી હસનૈન શાહઆલમ
2. ચૌહાણ જયદીપસિંહ સુરેન્દ્રસિંહ
3. શેખ મો. અફઝલ મો. શાહીદ અહેમદ
ફરી એક વખત અમારી શાળાના આચાર્યશ્રી વીરાભાઈ પટેલિયા, અમદાવાદ શહેર દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારીશ્રી ચંદ્રકાન્ત ગામેતી સર , દક્ષિણ ઝોનના સુપરવાઈઝરશ્રી અશોકભાઈ પરમાર સાહેબ અને દરજી વિજયભાઈ સાહેબ દ્વારા વિદ્યાર્થિનીઓ, વિકીનભાઇ અને મિહીરભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા.
આમ, ખેલ મહાકુંભ 2022 માં હેન્ડબોલ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે અમારી શાળાના ભાઈઓ અને બહેનો મળીને કુલ 5 વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લા તરફથી રમશે. જે અમારા બધા માટે ગર્વની વાત છે …. !!!!
પરિણામ ગમે તે આવે પણ વિદ્યાર્થીઓને આ સ્પર્ધાથી જે શીખવા મળશે તે તેમના જીવનનું અમૂલ્ય ભાથું થઈ પડશે. આનાથી અમારી શાળાના બીજા વિદ્યાર્થીઓ પણ તેમનાથી પ્રેરણા લેશે, પ્રોત્સાહિત થશે. આવતા વર્ષે તેઓ પણ જુદી જુદી સ્પર્ધાઓમાં હોંશે હોંશે ભાગ લેશે. અંતે શાળાના આચાર્યશ્રી વીરાભાઇ પટેલીયા દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ, વિકીનભાઈ, મિહીરભાઈ તથા શાળા પરિવારના તમામ સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા.
Monday, March 14, 2022
શિક્ષા પ્રસાર યાત્રા 2022
શિક્ષા પ્રસાર યાત્રા 2022
તા. 14/03/2022
STD 7 SOCIAL SCIENCE VIKALP POTHI
NMMS ની તૈયારી કરતા બાળકો માટે ખાસ....
Wednesday, March 9, 2022
SCHOOL TWINNING PROGRAMM 2022
SCHOOL TWINNING PROGRAM 2022
08/03/2022
આજ રોજ અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ 1માં SCHOOL TWINNING કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ઇસનપુર પબ્લિક સ્કૂલ 1 અને નારોલ ગુજરાતી શાળા નંબર 1 વચ્ચે TWINNING કરવામાં આવ્યું. સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે આ કાર્યક્રમની ઉજવણી VIRTUAL રીતે કરવામાં આવી.
આ કાર્યક્રમની ઉજવણી માટે સૌપ્રથમ ઇસનપુર પબ્લિક સ્કૂલ 1 દ્વારા મોકલેલી લીંક પર નારોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોઇન થયા. ત્યારબાદ ઇસનપુર પબ્લિક સ્કૂલ 1 ના આચાર્ય શ્રી વિરાભાઈ પટેલીયા સાહેબ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ. ત્યારબાદ શાળાના શિક્ષક શ્રી અંકિતભાઈ દ્વારા નારોલ ગુજરાતી શાળા નંબર 1 ના વિદ્યાર્થીઓ સમક્ષ શાળાની વિશેષતાઓ દર્શાવતું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. જેમાં શાળાની વિવિધ વિશેષતાઓ દર્શાવવામાં આવી જેમા પ્રાર્થનાસભાથી લઇને શાળામાં ચાલતી શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના વિવિધ ફોટોગ્રાફ્સ વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવ્યા. આ વર્ષે ઇસનપુર પબ્લિક સ્કૂલ 1 દ્વારા જે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ તેનો વિડીયો બાળકોને દર્શાવવામાં આવ્યા છે જે જોઈને નારોલ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખૂબ આનંદિત થયા. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા જે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે એ કાર્યક્રમો જેવા કે યોગ દિવસની ઉજવણી, કલા મહોત્સવ ની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી, બાળમેળો … આ બધા કાર્યક્રમના ફોટોગ્રાફ્સ અને વિડિયો વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવ્યા, અને શાળામાં જે ઔષધીય બાગ, કિચન ગાર્ડનનો ઉછેર કરવામાં આવે છે તે વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અને પ્રાથમિક સારવારની જે તાલીમ આપવામાં આવે છે તે પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓને જે શૈક્ષણિક અભ્યાસક્રમના અનુરુપ વિવિધ મુલાકાત કરાવવામાં આવે છે, જેમ કે પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, બેંક, સાયન્સ સીટી,દરગાહ, ખેતર વગેરે વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા. શાળાને અને શાળાના શિક્ષકોને જે વિવિધ સિદ્ધિઓ અને એવોર્ડ પ્રાપ્ત થયા છે એ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. શાળામાં કઈ રીતે શૈક્ષણિક કાર્ય ચાલે છે એ પણ વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવ્યું. આ બધું જોઈને નારોલ ગુજરાતી શાળા નંબર 1 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખૂબ પ્રભાવિત થયા હતા.
ત્યારબાદ નારોલ ગુજરાતી શાળા નંબર 1 દ્વારા ઓનલાઇન લિંક મોકલવામાં આવી જેમાં ઇસનપુર પબ્લિક સ્કૂલ 1ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોઇન થયા. જેમાં નારોલ શાળાના પ્રિન્સીપાલ શ્રી અર્જુનભાઇ સાહેબ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ.ત્યારબાદ નારોલ શાળાના શિક્ષક શ્રી વિજયભાઈ દ્વારા શાળાની વિવિધ વિશેષતાઓ અમારી શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવી. શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. ત્યારબાદ શાળાની શિક્ષિકા બહેનો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ શાળામાં જે પ્રવૃત્તિઓ કરે છે તે દર્શાવવામાં આવી, જેમા શાળાનો વિદ્યાર્થી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવ્યો હતો તેનું વકતૃત્વ વિદ્યાર્થીઓ સમક્ષ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ધોરણ છ ના વિદ્યાર્થીઓ દ્વારા કાવ્ય ગાન કરવામાં આવ્યું અને ધોરણ સાતના વિદ્યાર્થીઓ દ્વારા એક નાટકની ભજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળામાં જે વિવિધ શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ થાય છે તેની પણ માહિતી આપવામાં આવી અને ત્યારબાદ આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો.
આ SCHOOL TWINNING પ્રોગ્રામ દ્વારા બંને શાળાના વિદ્યાર્થીઓ એકબીજાની શાળા અને શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર થયા અને તેમને પણ કંઈક નવું જાણવા મળ્યું.
Thursday, March 3, 2022
NMMS SPECIAL SS VIKALP POTHI STD 7
STD 7 SOCIAL SCIENCE VIKALP POTHI
NMMS ની તૈયારી કરતા બાળકો માટે ખાસ....
ધોરણ 8 માં NMMS ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે આ વિકલ્પપોથી બનાવવામાં આવી છે.
આ વિકલ્પપોથી બનાવવાનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે NMMS ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાન વિષયના મહત્ત્વના પ્રશ્નો અને તેના ઉત્તરો એક જગ્યાએથી સરળતાથી મળી રહે તે છે.
આ વિકલ્પપોથીમાં લીધેલા તમામ પ્રશ્નો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત સ્વ-અધ્યયનપોથીમાં લેવામાં આવ્યા છે. પ્રશ્નોના જવાબ અમારી શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષકો સાથે ચર્ચા-વિચારણા કરીને મૂકવામાં આવ્યા છે.
આમ છતાં, જો કોઇ પ્રશ્નના જવાબમાં ભૂલ રહી ગઈ હોય તો આપનું સૂચન આવકાર્ય છે.
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.....
NMMS SPECIAL SCIENCE FLOW CHART DOWNLOAD કરવા અહીં ક્લિક કરો
Saturday, February 26, 2022
IPS 1 બીટ કક્ષાની સાંસ્કૃતિક સ્પર્ધા 2022
બીટ કક્ષાની સાંસ્કૃતિક સ્પર્ધા 2022
આજ રોજ તા.25/02/2022 ના રોજ ઈસનપુર પબ્લિક સ્કૂલમાં બીટ કક્ષાની વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ દક્ષિણ ઝોનના સુપરવાઈઝરશ્રી અશોકભાઈ પરમાર સાહેબની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી.
વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ જેવી કે….
ગીત સ્પર્ધા
ચિત્ર સ્પર્ધા
વક્તૃત્વ સ્પર્ધા
નૃત્ય સ્પર્ધા
આજ રોજ સ્પર્ધા પ્રમાણે વિદ્યાર્થીને અલગ અલગ રૂમ ફાળવવામાં આવેલા અને દરેક સ્પર્ધા માટે જુદી જુદી શાળામાંથી નિર્ણાયકો નક્કી કરવામાં આવેલા. દરેક સ્પર્ધા ખૂબ સારી રીતે પૂર્ણ થાય તે માટે ઈસનપુર પબ્લિક સ્કૂલ 1 ના આચાર્યશ્રી વીરાભાઇ પટેલીયા તથા હરેશભાઈ મોદી સાહેબ, યોગેશભાઈ કાપડિયા, અંકિતભાઈ રાવલ, પટેલ મિહિરભાઈ, વિજયભાઈ વાલાણી, વૃંદાબેન બ્રહ્મભટ્ટ, સંજયભાઈ ભગોરા સાહેબની મદદ લેવામાં આવેલી તથા શાળા પરિવારનો સમગ્ર સ્ટાફે સરસ આયોજન કરી ને સ્પર્ધા પૂર્ણ કરાવેલ.
લગભગ 3 કલાક ચાલેલી આ સ્પર્ધાઓમાં નિર્ણાયકો દ્વારા ઝીણવટપૂર્વક તટસ્થ રીતે નિરીક્ષણ કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવ્યા હતા. આ નિર્ણયની જાહેરાત માટે પૂર્ણાહુતિ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. દરેક સ્પર્ધામાં ત્રણ-ત્રણ નંબર આપવામાં આવેલા.
પરિણામની જાહેરાત અમારી સ્કૂલના સાહેબશ્રી હરેશભાઈ મોદી દ્વારા કરવામાં આવી. સૌપ્રથમ ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીને, નિર્ણાયક તરીકે ફરજ બજાવનાર દરેક શિક્ષક તથા સ્પર્ધા માટે તૈયારી કરાવનાર દરેક શિક્ષકશ્રીને અભિનંદન આપવામાં આવ્યા. ત્યારબાદ દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ નંબર આપવામાં આવ્યા. શાળા પરિવાર દ્વારા નંબર મેળવનાર અને સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે ઈનામ પણ આપવામાં આવ્યા.
અમારી શાળાના વિદ્યાર્થીઓએ પણ સ્પર્ધામાં ભાગ લીધેલ અને તેમાંથી ચિત્ર સ્પર્ધા તથા નૃત્ય સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો.
અંસારી રેહાન રીઝવાનુલ્લા
ધોરણ : 7
નૃત્ય : તેરી મિટ્ટી મેં મિલજાવા….
તૈયાર કરાવનાર : દરજી ઝંખનાબેન
શેખ શીફાબાનું મો.સકીભાઈ
ધોરણ : 8
ચિત્ર : આત્મનિર્ભર ભારત
તૈયાર કરાવનાર : બ્રહ્મભટ્ટ વૃંદાબેન
અને છેલ્લે માત્ર થોડા જ દિવસોમાં વિદ્યાર્થીને સ્પર્ધા માટે તૈયાર કરનાર શિક્ષકમિત્રો, પોતાના શિક્ષકના કહેવાથી પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવા તૈયાર થયેલા વિદ્યાર્થીઓ અને સમગ્ર શાળા પરિવારના શિક્ષકમિત્રોને સ્પર્ધા સારી રીતે પૂર્ણ કરવા બદલ અભિનંદન ….. આભાર
વીડિયો જોવા નીચે ક્લિક કરો ....👇👇👇👇👇
સ્પર્ધાના ફોટાઓ.....👇👇👇👇👇👇
Std 8 gujarati test
https://forms.gle/gtoXibuchnySPdXn8 Vhi
-
શિક્ષા પ્રસાર યાત્રા 2022 તા. 14/03/2022 આજ રોજ ઈસનપુર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષા પ્રસાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષા પ્રસાર યાત્રા ...
-
શાળાનું ગૌરવ : ખેલ મહાકુંભ 2022માં રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે અમારી સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા ... ગુજરાત સરકારના રમત-ગમત યુવા અ...
-
STD 7 SOCIAL SCIENCE VIKALP POTHI NMMS ની તૈયારી કરતા બાળકો માટે ખાસ.... ધોરણ 8 માં NMMS ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે આ વિકલ્પપોથી બનાવ...