Saturday, March 26, 2022

શાળાનું ગૌરવ : ખેલ મહાકુંભ 2022માં રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે અમારી સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા ...

શાળાનું ગૌરવ : ખેલ મહાકુંભ 2022માં રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે અમારી સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા ...


ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર તેમજ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં 11 મા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રાજય સરકારે ગુજરાતના નાગરિકોની ખેલદિલીને આગળ વધારવા માટે ખેલ મહાકુંભને એક વાર્ષિક રમતોત્સવ તરીકે સંસ્થાકીય સ્વરૂપ આપવાનો નિર્ણય કરેલ છે. ખેલ મહાકુંભમાં ખેલકૂદના વાતાવરણનું નિર્માણ કરવામાં આવે છે. સ્વાથ્યને જાગૃત કરવામાં આવે છે.

ચાલુ વર્ષે ખેલ મહાકુંભને “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઈકોનિક ઈવેન્ટ તરીકે નકકી કરવામાં આવેલ છે. ખેલ મહાકુંભમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે તે ઉમદા હેતુથી ચાલુ વર્ષે વિવિધ તબકકાવાર અલગ અલગ વય ગૃપમાં કુલ 22 રમતોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રાથમિક શાળાકક્ષાએ 11 વર્ષથી નીચે તેમજ 14 વર્ષથી નીચે વયના બાળકો માટે પણ રમતોનું આયોજન કરેલ છે.


ખેલ મહાકુંભમાં અમારી શાળાના શિક્ષકશ્રી ક્રિશ્ચિયન વિકીનભાઇએ  હેન્ડબોલ સ્પર્ધા ( ભાઇઓ અને બહેનો ) માટે ધોરણ 8ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી,  તેમનું  ઓનલાઇન રજિસ્ટ્રેશન નિયત સમય મર્યાદામાં પુર્ણ કરીને વિદ્યાર્થીઓને શીખવવાનું શરૂ કર્યુ. વિકીનભાઇ માટે સૌથી પડકારરૂપ બાબત એ હતી કે જે વિદ્યાર્થીઓએ હેન્ડબોલ રમતના નિયમો તો શું પણ આ રમતનું નામ પણ તેઓએ પહેલી વાર સાંભળ્યું હતું. તેમણે આ પડકાર ઝીલી લીધો અને વિદ્યાર્થીઓને શીખવવાનું શરુ કર્યુ. વિદ્યાર્થીઓ પણ તેમની વાત ધ્યાનથી સાંભળતા અને તે મુજબ કરવાનો પ્રયત્ન કરતા.


આખરે તે દિવસ આવી ગયો જેની બધા વિદ્યાર્થીઓ રાહ જોતા હતા. 23 માર્ચ 2022 ના રોજ જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન હતું જેમાં પ્રથમ દિવસે બહેનોની સ્પર્ધા હતી. સ્થળ હતું રાજપૂતવિદ્યા સભાભવન, ઓગણજ રોડ, ગોતા બ્રીજ પાસે, જે અમારી શાળાથી 26 કિમી જેટલું થાય. ત્યાં સુધી દરેક વિદ્યાર્થિનીઓને સમયસર અને સલામત રીતે પહોંચાડવાનું કામ અમારી શાળાના શિક્ષકશ્રી પટેલ મિહીરભાઈએ ઉપાડી લીધું. તેઓએ પોતાની જ કાર લઈ બધાને નિયત સ્થળ સુધી સમયસર પહોચાડી દીધાં. 


અહીં બીજી શાળાના વિદ્યાર્થીઓ અને તેમના કોચ પણ આવી ગયા હતા. નક્કી કરેલા સમય પ્રમાણે સ્પર્ધા શરૂ થઈ. વિદ્યાર્થીઓ પુરા મનથી અને ખેલદિલીથી રમત રમ્યા અને પરિણામ એ આવ્યું જે કોઈએ વિચાર્યું પણ નહી હોય. અમારી શાળાની બહેનોની ટીમ સમગ્ર અમદાવાદમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ત્રીજા નંબર પર રહી. વિકીનભાઇ અને વિદ્યાર્થિનીઓની મહેનત રંગ લાવી. ખૂબ ટૂંકા સમયગાળામાં વિદ્યાર્થિઓને તૈયાર કરી સમગ્ર જિલ્લામાં ત્રીજા નંબર પર આવવું એ કોઈ નાની વાત નથી. સૌથી વધુ આનંદની વાત એ હતી કે અમારી શાળાની બહેનોની ટીમમાંથી બે વિદ્યાર્થિનીઓ રાજ્ય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી. હવે આ બન્ને વિદ્યાર્થિનીઓ રાજ્ય કક્ષાએ યોજાનાર ખેલ મહાકુંભમાં અમદાવાદ જિલ્લાની ટીમમાંથી રમશે. આ બન્ને વિદ્યાર્થિનીઓના નામ છે :


1. શેખ મારીયા યુસુફભાઇ 

2. ખોખર સુનેજાબાનુ જાકીરમિયા


અમારી શાળાના આચાર્યશ્રી વીરાભાઈ પટેલિયા, અમદાવાદ શહેર દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારીશ્રી ચંદ્રકાન્ત ગામેતી સર , દક્ષિણ ઝોનના સુપરવાઈઝરશ્રી અશોકભાઈ પરમાર સાહેબ અને દરજી વિજયભાઈ સાહેબ દ્વારા વિદ્યાર્થિનીઓ, વિકીનભાઇ અને મિહીરભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા. 



બીજા દિવસે એટલે કે તા.24/03/2022ના રોજ તે જ સ્થળે અને સમયે જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા ભાઈઓ માટેની હતી. જેમાં પણ અમારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને સ્થળ સુધી પહોંચાડવાનું કામ આજે પણ મિહીરભાઇ દ્વારા જ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ પુરી લગન અને મહેનતથી રમ્યા.  તેઓ પણ ત્રીજા નંબરે  આવ્યા. તેનાંથી પણ બેવડી ખુશીની વાત હતી કે અમારી શાળાના ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી રાજ્ય કક્ષાની ટીમમાં થઈ. જે હવે રમાનાર રાજ્યકક્ષાની ભાઈઓની હેન્ડબોલ સ્પર્ધામાં અમદાવાદ જિલ્લા વતી રમશે. આ ત્રણ વિદ્યાર્થીઓના નામ છે : 


1. અન્સારી હસનૈન શાહઆલમ

2. ચૌહાણ જયદીપસિંહ સુરેન્દ્રસિંહ

3. શેખ મો. અફઝલ મો. શાહીદ અહેમદ


ફરી એક વખત અમારી શાળાના આચાર્યશ્રી વીરાભાઈ પટેલિયા, અમદાવાદ શહેર દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારીશ્રી ચંદ્રકાન્ત ગામેતી સર , દક્ષિણ ઝોનના સુપરવાઈઝરશ્રી અશોકભાઈ પરમાર સાહેબ અને દરજી વિજયભાઈ સાહેબ દ્વારા વિદ્યાર્થિનીઓ, વિકીનભાઇ અને મિહીરભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા. 



આમ, ખેલ મહાકુંભ 2022 માં હેન્ડબોલ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે અમારી શાળાના ભાઈઓ અને બહેનો મળીને કુલ 5 વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લા તરફથી રમશે. જે અમારા બધા માટે ગર્વની વાત છે …. !!!! 


પરિણામ ગમે તે આવે પણ વિદ્યાર્થીઓને આ સ્પર્ધાથી જે શીખવા મળશે તે તેમના જીવનનું અમૂલ્ય ભાથું થઈ પડશે. આનાથી અમારી શાળાના બીજા વિદ્યાર્થીઓ પણ તેમનાથી પ્રેરણા લેશે, પ્રોત્સાહિત થશે. આવતા વર્ષે તેઓ પણ જુદી જુદી સ્પર્ધાઓમાં હોંશે હોંશે ભાગ લેશે. અંતે શાળાના આચાર્યશ્રી વીરાભાઇ પટેલીયા દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ, વિકીનભાઈ, મિહીરભાઈ તથા શાળા પરિવારના તમામ સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા.















































1 comment:

Std 8 gujarati test

 https://forms.gle/gtoXibuchnySPdXn8 Vhi