Wednesday, March 9, 2022

SCHOOL TWINNING PROGRAMM 2022

 SCHOOL TWINNING PROGRAM 2022



08/03/2022

                 


   

આજ રોજ અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ 1માં SCHOOL TWINNING કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ઇસનપુર પબ્લિક સ્કૂલ 1  અને નારોલ ગુજરાતી શાળા નંબર 1 વચ્ચે TWINNING કરવામાં આવ્યું. સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે આ કાર્યક્રમની ઉજવણી VIRTUAL રીતે કરવામાં આવી.                  

આ કાર્યક્રમની ઉજવણી માટે સૌપ્રથમ ઇસનપુર પબ્લિક સ્કૂલ  1  દ્વારા મોકલેલી  લીંક પર નારોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોઇન થયા. ત્યારબાદ ઇસનપુર પબ્લિક સ્કૂલ 1 ના આચાર્ય શ્રી વિરાભાઈ પટેલીયા સાહેબ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ. ત્યારબાદ શાળાના શિક્ષક શ્રી અંકિતભાઈ દ્વારા નારોલ ગુજરાતી શાળા નંબર 1 ના વિદ્યાર્થીઓ સમક્ષ શાળાની વિશેષતાઓ દર્શાવતું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું.  જેમાં શાળાની વિવિધ વિશેષતાઓ દર્શાવવામાં આવી જેમા પ્રાર્થનાસભાથી લઇને શાળામાં ચાલતી શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના વિવિધ ફોટોગ્રાફ્સ વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવ્યા. આ વર્ષે ઇસનપુર પબ્લિક સ્કૂલ 1  દ્વારા જે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ તેનો વિડીયો બાળકોને દર્શાવવામાં આવ્યા છે જે જોઈને નારોલ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખૂબ આનંદિત થયા. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા જે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે એ કાર્યક્રમો જેવા કે યોગ દિવસની ઉજવણી, કલા મહોત્સવ ની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી, બાળમેળો … આ બધા કાર્યક્રમના ફોટોગ્રાફ્સ અને વિડિયો વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવ્યા, અને શાળામાં જે ઔષધીય બાગ, કિચન ગાર્ડનનો ઉછેર  કરવામાં આવે છે તે વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અને પ્રાથમિક સારવારની જે તાલીમ આપવામાં આવે છે તે પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓને જે શૈક્ષણિક અભ્યાસક્રમના અનુરુપ  વિવિધ મુલાકાત કરાવવામાં આવે છે, જેમ કે પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, બેંક, સાયન્સ સીટી,દરગાહ, ખેતર વગેરે વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા. શાળાને અને શાળાના શિક્ષકોને જે વિવિધ સિદ્ધિઓ અને એવોર્ડ પ્રાપ્ત થયા છે એ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. શાળામાં કઈ રીતે શૈક્ષણિક કાર્ય ચાલે છે એ પણ વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવ્યું. આ બધું જોઈને નારોલ ગુજરાતી શાળા નંબર 1 ના વિદ્યાર્થીઓ અને  શિક્ષકો ખૂબ પ્રભાવિત થયા હતા.

 ત્યારબાદ નારોલ ગુજરાતી શાળા નંબર 1 દ્વારા ઓનલાઇન લિંક મોકલવામાં આવી જેમાં ઇસનપુર પબ્લિક સ્કૂલ 1ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોઇન થયા. જેમાં નારોલ શાળાના પ્રિન્સીપાલ શ્રી અર્જુનભાઇ સાહેબ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ.ત્યારબાદ નારોલ શાળાના શિક્ષક શ્રી વિજયભાઈ દ્વારા શાળાની વિવિધ વિશેષતાઓ અમારી શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવી.  શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. ત્યારબાદ શાળાની શિક્ષિકા બહેનો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ શાળામાં જે પ્રવૃત્તિઓ કરે છે તે દર્શાવવામાં આવી, જેમા શાળાનો વિદ્યાર્થી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવ્યો હતો તેનું વકતૃત્વ વિદ્યાર્થીઓ સમક્ષ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ધોરણ છ ના વિદ્યાર્થીઓ દ્વારા કાવ્ય ગાન કરવામાં આવ્યું અને ધોરણ સાતના વિદ્યાર્થીઓ દ્વારા એક નાટકની ભજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળામાં જે વિવિધ શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ થાય છે તેની પણ માહિતી આપવામાં આવી અને ત્યારબાદ આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો.

                આ SCHOOL TWINNING પ્રોગ્રામ દ્વારા બંને શાળાના વિદ્યાર્થીઓ એકબીજાની શાળા અને શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર થયા અને તેમને પણ કંઈક નવું જાણવા મળ્યું. 


C:\Users\acer\Pictures\Screenshots\Screenshot (4).png
C:\Users\acer\Desktop\IMG_20220308_095958.jpg

IMG_20220308_095024.jpg

Screenshot_20220308_090817.jpg

2 comments:

Std 8 gujarati test

 https://forms.gle/gtoXibuchnySPdXn8 Vhi