Wednesday, February 23, 2022

PSE માર્ગદર્શન

 PSE માર્ગદર્શન 


આજ રોજ અમારી શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આગામી 26/02/2022ના રોજ જે  PSE પરીક્ષા લેવાનાર છે તે અંગે જરૂરી માર્ગદર્શન શાળાના શિક્ષકશ્રી ચિરાગભાઈ અને શાળાના મુખ્ય શિક્ષક શ્રી વીરાભાઈ પટેલીયા દ્વારા આપવામાં આવ્યું.


આજે ધોરણ 6 ના જે વિદ્યાર્થીઓએ  PSE  ના ફોર્મ ભર્યા હતા તેમને હોલ ટિકિટ આપવામાં આવી. PSE ની  પરીક્ષા OMR દ્વારા લેવામાં આવે છે અને ધોરણ 6 ના વિદ્યાર્થીઓએ આજ સુધી આવી કોઈ પરીક્ષા આપી ન  હોય તેથી એ સ્વાભાવિક છે કે તેમના મનમાં ઘણા પ્રશ્નો હોય કે OMR થી કેવી રીતે પરીક્ષા આપવી ? વિદ્યાર્થીઓની આ મૂંઝવણ દૂર કરવા માટે તેમને બધાને એક નમૂનારૂપ OMR શીટ આપવામાં આવી  જેથી તેઓ જાતે પ્રેક્ટિસ કરી શકે. આ OMR શીટ કેવી રીતે ભરવી તેની સંપૂર્ણ માહિતી ચિરાગભાઈ દ્વારા આપવામાં આવી. 


::::: માર્ગદર્શનના મુખ્ય મુદ્દાઓ :::::::


  1. OMR શીટમાં પોતાનો શીટ નંબર કેવી રીતે લખવો ?
  2. OMR  શીટમાં પોતાના શીટ નંબરના વર્તુળને કેવી રીતે ઘૂંટવું ?
  3. શીટ નંબર ઘૂંટતા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી ?
  4. omr શીટમાં પોતાની સહી ક્યાં અને ક્યારે કરવી ?
  5. પ્રશ્નોનાં જવાબ કેવી રીતે આપવા ?
  6. પ્રશ્નોનો જવાબ ન આવડે તો શું કરવું અને શું ન કરવું ?
  7. કઈ કઈ સ્થિતિમાં તમારી omr રદ થઈ શકે તેથી કઈ કઈ ભૂલો omr માં ન કરવી ?
  8. માસ્ક અને પાણી બોટલ સાથે લઈ જવી.
  9. મોબાઈલ ન લઈ જવો.
  10. પેન કેવી અને કેટલી લઈ જવી ?
  11. પરીક્ષા સ્થળ પર કેટલા વાગ્યા સુધીમાં પહોંચી જવું ?
  12. પરીક્ષા સ્થળ પર પહોંચીને સૌથી પહેલા શું કરવું અને શું ન કરવું ?
  13. પરીક્ષાખંડમાં શું કરવું અને શું ન કરવું ?
  14. આ બે દિવસ પરીક્ષાની કેવી રીતે તૈયારી કરવી અને સમયનો સદઉપયોગ કેવી રીતે કરવો ? 

છેલ્લે શાળાના મુખ્ય શિક્ષક શ્રી વીરાભાઈ પટેલીયા દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા બે શબ્દો કહેવામાં આવ્યા. 


::::::::: માર્ગદર્શન આપતી વખતના થોડા ફોટાઓ :::: 













4 comments:

Std 8 gujarati test

 https://forms.gle/gtoXibuchnySPdXn8 Vhi