PSE માર્ગદર્શન
આજ રોજ અમારી શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આગામી 26/02/2022ના રોજ જે PSE પરીક્ષા લેવાનાર છે તે અંગે જરૂરી માર્ગદર્શન શાળાના શિક્ષકશ્રી ચિરાગભાઈ અને શાળાના મુખ્ય શિક્ષક શ્રી વીરાભાઈ પટેલીયા દ્વારા આપવામાં આવ્યું.
આજે ધોરણ 6 ના જે વિદ્યાર્થીઓએ PSE ના ફોર્મ ભર્યા હતા તેમને હોલ ટિકિટ આપવામાં આવી. PSE ની પરીક્ષા OMR દ્વારા લેવામાં આવે છે અને ધોરણ 6 ના વિદ્યાર્થીઓએ આજ સુધી આવી કોઈ પરીક્ષા આપી ન હોય તેથી એ સ્વાભાવિક છે કે તેમના મનમાં ઘણા પ્રશ્નો હોય કે OMR થી કેવી રીતે પરીક્ષા આપવી ? વિદ્યાર્થીઓની આ મૂંઝવણ દૂર કરવા માટે તેમને બધાને એક નમૂનારૂપ OMR શીટ આપવામાં આવી જેથી તેઓ જાતે પ્રેક્ટિસ કરી શકે. આ OMR શીટ કેવી રીતે ભરવી તેની સંપૂર્ણ માહિતી ચિરાગભાઈ દ્વારા આપવામાં આવી.
::::: માર્ગદર્શનના મુખ્ય મુદ્દાઓ :::::::
- OMR શીટમાં પોતાનો શીટ નંબર કેવી રીતે લખવો ?
- OMR શીટમાં પોતાના શીટ નંબરના વર્તુળને કેવી રીતે ઘૂંટવું ?
- શીટ નંબર ઘૂંટતા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી ?
- omr શીટમાં પોતાની સહી ક્યાં અને ક્યારે કરવી ?
- પ્રશ્નોનાં જવાબ કેવી રીતે આપવા ?
- પ્રશ્નોનો જવાબ ન આવડે તો શું કરવું અને શું ન કરવું ?
- કઈ કઈ સ્થિતિમાં તમારી omr રદ થઈ શકે તેથી કઈ કઈ ભૂલો omr માં ન કરવી ?
- માસ્ક અને પાણી બોટલ સાથે લઈ જવી.
- મોબાઈલ ન લઈ જવો.
- પેન કેવી અને કેટલી લઈ જવી ?
- પરીક્ષા સ્થળ પર કેટલા વાગ્યા સુધીમાં પહોંચી જવું ?
- પરીક્ષા સ્થળ પર પહોંચીને સૌથી પહેલા શું કરવું અને શું ન કરવું ?
- પરીક્ષાખંડમાં શું કરવું અને શું ન કરવું ?
- આ બે દિવસ પરીક્ષાની કેવી રીતે તૈયારી કરવી અને સમયનો સદઉપયોગ કેવી રીતે કરવો ?
છેલ્લે શાળાના મુખ્ય શિક્ષક શ્રી વીરાભાઈ પટેલીયા દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા બે શબ્દો કહેવામાં આવ્યા.
::::::::: માર્ગદર્શન આપતી વખતના થોડા ફોટાઓ ::::
ખૂબ સરસ સર..
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete123468
ReplyDeleteAa
ReplyDelete